દેવગઢ બારિયામાં ફાયર બ્રિગેડના ઉપયોગ મામલે વિવાદ: પાલિકાએ ધારાસભ્યના પુત્રને રૂ. 25 હજારની દંડ નોટિસ ફટકારી
દેવગઢ બારિયા નગરપાલિકાના ફાયર બ્રિગેડનો ધારાસભ્ય અને પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંગલાને ધોવા માટે ઉપયોગ કરાયાના કથિત મામલે ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણાં-પ્રદર્શન કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાતા ફાયર બ્રિગેડને બંગલો ધોવા માટે મોકલવામાં આવ્યું હતું. આ મામલે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસે નગરપાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી.
આખરે નગરપાલિકા તંત્ર દ્વારા ધારાસભ્યના પુત્ર બળવંત ખાબડ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકા દ્વારા તેમને રૂ. 25 હજારના દંડની નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસ મળ્યાના ત્રણ દિવસમાં દંડની રકમ ભરવામ�