સુરતની ઉત્રાણ પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો મોટો કેસ ઝડપી પાડ્યો.
કામરેજ ચાર રસ્તાથી કામરેજ ટોલ પ્લાઝા તરફ જતા નેશનલ હાઈવે પર પોલીસની કાર્યવાહી.
બાતમીના આધારે માનસરોવર ગેટ નંબર-1 સામે વોચ ગોઠવી બોલેરો પિકઅપને રોકવામાં આવી.
મહિન્દ્રા બોલેરો પિકઅપમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો.
પોલીસે કુલ 5,040 નંગ દારૂની બોટલો અને ટીન કબજે કર્યા.
જપ્ત દારૂની કિંમત અંદાજે ₹13.63 લાખ.
દારૂની હેરાફેરીમાં વપરાતી બોલેરો પિકઅપની કિંમત અંદાજે ₹8.50 લાખ.
એક મોબાઇલ ફોન સહિત કુલ ₹22.18 લાખનો મુદ્દામાલ જપ્ત.
રાજસ્થાનના 39 વર્ષીય મંગલારામ ભભુતારામ બિશ્નોઈની ધરપકડ.
આરોપી હાલ વાપીના ભિલાડ વિસ્તારમાં રહેતો હોવાનું પોલીસની વિગતોમાં જણાવાયું.
ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.
દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરાય તેવી શક્યતા.
#krantisamaynews
Udhna, Surat | Nov 3, 2026