શહેરમાં વર્ષ 1994થી છઠ પૂજાની પરંપરા જળવાઈ રહી છે. તાપી નદીના કિનારે, ડિંડોલી સહિત શહેરના વિવિધ જળાશયો અને તળાવો પર છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે.
ત્રણ દિવસ સુધી ચાલતા આ ધાર્મિક ઉત્સવમાં વ્રતધારીઓ 36 કલાક સુધી નિર્જળ ઉપવાસ રાખીને સૂર્યદેવની આરાધના કરે છે.
ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના પરિવારોમાં છઠ પૂજાને લઈને ભારે ઉત્સાહ જોવા મળે છે. સુરતમાં વસતા પરપ્રાંતીય પરિવારો માટે આ પર્વ આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો સંગમ બની રહે છે.
કોઝવે સહિત શહેરના વિવિધ ઘાટો પર ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
#Surat #chhathpuja #suratcity #chhathmahaparv #suratcity
Udhna, Surat | Nov 12, 2026