કાલોલ: ડિજિટલ સેવા સેતુ યોજના બહેનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ , ડેરોલગામેથી સંગીતાબેને આપી પ્રતિક્રિયા
આજરોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ રાજ્ય સરકારની ડિજિટલ સેવા સેતુ યોજના હેઠળ હવે બહેનોને વિવિધ સરકારી સેવાઓ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહેતી નથી. ગામના ડિજિટલ સેવા સેતુ કેન્દ્ર મારફતે ઘરે આંગણે જ અનેક સરકારી સેવાઓનો સરળતાથી લાભ મળી રહ્યો છે.