હાલોલ: હાલોલના મુખ્ય તળાવમાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો,પોલીસે તપાસ હાથ ધરી
હાલોલના મધ્યમાં આવેલ મુખ્ય તળાવમાંથી આજે બુધવારના રોજ સવારના સુમારે એક વ્યક્તિનો મૃતદેહ તળાવમાં તરતો જોવા મળતા સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ હાલોલ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તળાવમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.જ્યારે પોલીસે મૂર્તદેહને પીએમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે