અબડાસા: નગરપાલિકા અને તાલુકા પંચાયત ચૂંટણી: ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ
Abdasa, Kutch | Apr 13, 2026 નગરપાલિકા અને તાલુકા પંચાયત ચૂંટણી: ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ ગાંધીધામ નગરપાલિકામાં ૧૮૯ પૈકી ૧૬૦ ફોર્મ માન્ય ઠર્યા છે અને ૨૯ રદ્દ થયા છે. જ્યારે અબડાસા સહિત કચ્છની વિવિધ તાલુકા પંચાયતોમાં કુલ ૬૯૫ ઉમેદવારી પત્રો ભરાયા છે. અબડાસામાં ફોર્મની ચકાસણી બાદ હવે રાજકીય જંગ જામશે, જેના પર સૌની મીટ મંડાયેલી છે.