રાપર: રાપર પોલીસે નાની રવના માથાભારે શખ્સને 5 જિલ્લામાંથી તડીપાર કર્યો: આડેસર ચેકપોસ્ટ પરથી ઝડપી મહેસાણા મોકલી અપાયો
Rapar, Kutch | Apr 12, 2026 કચ્છ પૂર્વ કચ્છ પોલીસ વડા અને ભચાઉ નાયબ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અસામાજિક તત્વો વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી કડક કાર્યવાહીના ભાગરૂપે, રાપર પોલીસે એક રીઢા ગુનેગારને પાંચ જિલ્લાઓમાંથી હદપાર કરી સફળ કામગીરી કરી છે. નાની રવ ગામના માથાભારે શખ્સ વિરુદ્ધ તડીપારનો હુકમ થતા તેને આડેસર ચેકપોસ્ટ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.