સુરતમાં ગણેશ ચતુર્થીએ અનોખી માનવતા મહેકી ❤️
વરસાદના કારણે ફૂટપાથ પર વેચાતી 200થી વધુ શ્રીજીની મૂર્તિઓ વેચાયા વગર રહી જતા શ્રમજીવી પરિવાર ચિંતામાં મુકાયો હતો. વડોદરાથી આવેલા સ્મિત ઠાકુર અને તેમના મિત્રે પરિવારની તમામ મૂર્તિઓ આશરે ₹25,000માં ખરીદી લીધી.
મૂર્તિઓ રઝળે નહીં અને આસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસની મદદથી તમામ મૂર્તિઓનું એક જ સ્થળે સ્થાપન કરી દોઢ દિવસ બાદ વિધિવત વિસર્જન કરાશે. 🙏🕉️
માનવતા અને આસ્થા — બંનેને સાચવતી અનોખી પહેલ ❤️
#Surat #GaneshChaturthi #GanpatiBappa #GaneshUtsav #Humanity
Udhna, Surat | Sep 14, 2026