ઉમરગામમાં પાણીની તંગી વચ્ચે બબાલ: ચિત્રકૂટ વિસ્તારમાં બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો અને મારામારીના CCTV આવ્યા સામે
પાણીનો ગેરકાયદે સપ્લાય આપવા બાબતે સ્થાનિકોએ વિરોધ કરતા નંબર વગરની થાર કારમાં આવેલા અજાણ્યા તત્વોએ કર્યો હુમલો
વલસાડ જિલ્લાના ઉમરગામના ચિત્રકૂટ વિસ્તારમાં પાણીની અછત વચ્ચે બે પક્ષો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.. ઉમરગામના ચિત્રકૂટ વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યા કાચા ચોપડામાંથી માલિક દ્વારા બોરિંગની પાઇપ લાઈન ખેંચીને, ત્યાંથી થોડે દૂર આવેલા એક મિનરલ વોટર સપ્લાયરને પાણીનો સપ્લાય આપવામાં આવ્યો હતો. હાલના સમયમાં સમગ્ર વિસ્તારમાં પાણીની ભારે અછત પ્રવર્તી રહી છે, જેથી સ્થાનિક રહીશોએ આ રીતે બહાર પાણી આપવા બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો..સ્થાનિકોના વિરોધ બાદ મામલો બિચક્યો હતો. વિરોધથી ઉશ્કેરાઈને નંબર વગરની એક થાર કાર તથા અન્ય વાહનોમાં
Valsad, Valsad | Jun 22, 2026