વેજલપુર: રિક્ષામાં બેસાડી કિંમતી સામાન ચોરતી તોળકીનો પર્દાફાશ,₹.2.75 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપી ઝબ્બે
રિક્ષામાં બેસાડી કિંમતી સામાન ચોરતી તોળકીનો પર્દાફાશ,₹.2.75 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપી ઝબ્બે! અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઓટોરીક્ષામાં પેસેન્જરોને બેસાડી નજર ચુકવી થેલામાંથી કિંમતી સામાનની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી ૪ આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.