હાલોલ: યાત્રાધામ પાવાગઢ ખાતે પૂનમ અને રવિવારના સંયોગને લઈને મહાકાળી મંદિર પર યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટ્યું
યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો.જેઠ મહિનાની પૂનમ અને રવિવારની રજાનો સંયોગ બનતાં મહાકાળી માતાના દર્શન માટે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પાવાગઢ મહાકાળી મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા.વહેલી સવારથી જ “જય માતાજી”ના નાદ સાથે ભક્તો પગપાળા તેમજ વાહનો દ્વારા ડુંગર ચઢીને મંદિર સુધી પહોંચતા જોવા મળ્યા હતા.જ્યારે ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારૂ આયોજન કરાયું હતું