માંડવી: માંડવીમાં રોટરી ક્લબનો શપથગ્રહણ સમારંભ, સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય અનિરુદ્ધ દવે ઉપસ્થિત
Mandvi, Kutch | Jul 12, 2026 માંડવીમાં રોટરી ક્લબ દ્વારા આયોજિત શપથગ્રહણ સમારંભ યોજાયો હતો. સમારંભમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે સહિત સમાજના અગ્રણી મહાનુભાવો અને રોટરી પરિવારના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ ભારતીબેન વાડા તથા તેમની ટીમને શુભેચ્છાઓ પાઠવાઈ હતી અને સમાજસેવાના ક્ષેત્રે વધુ કાર્ય કરવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.