કાલોલ: NEET મુદ્દે વિપક્ષના વિરોધ સામે એનડીએના સાંસદોનું સંસદ પરિસરમાં પ્રદર્શન,સાંસદ રાજપાલસિંહ જાદવે ભજવી અગ્રણી ભૂમિકા
નવી દિલ્હીમાં સંસદ પરિસરમાં એનડીએના સાંસદોએ NEET મુદ્દે વિપક્ષ દ્વારા દેશની જનતા અને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરતાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ પ્રદર્શનમાં પંચમહાલ લોકસભા બેઠકના અને કાલોલ તાલુકાના વતની સાંસદ રાજપાલસિંહ જાદવ પણ સક્રિય રીતે જોડાયા હતા અને તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી.