રાપર: રાપરના કુંભારિયા પાસે કેનાલમાં એક મહિનાથી ભંગાણ, ખેડૂતો પાયમાલ
Rapar, Kutch | Apr 15, 2026 વાગડ વિસ્તારમાં નર્મદા કેનાલના નબળા કામ અને તંત્રની ઉદાસીનતા ફરી એકવાર ખેડૂતો માટે શ્રાપ સમાન સાબિત થઈ રહી છે. રાપર તાલુકાના કુંભારિયા પાસે ગાગોદર પેટા કેનાલમાં ભંગાણ હોવા છતાં તંત્ર દ્વારા સમારકામ કરવામાં ન આવતા, આજે પાણી છોડતાની સાથે જ કેનાલ વધુ તૂટી પડી હતી. આ ભંગાણના કારણે લાખો લિટર પાણી ખેતરો કે ગામ સુધી પહોંચવાને બદલે વેડફાઈ ગયું છે.