હાલોલ: બાસ્કા નજીકથી SMC ની ટીમે બે કારમા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી ચાર આરોપીઓ સહિત 17.20 લાખનો મુદામાલ જપ્ત કર્યો
સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગર ની ટીમે તા.9 એપ્રિલ ગુરુવારના રોજ બાતમીના આધારે ચંડીગઢ થી નીકળેલી બે કાર ગોધરા થી વડોદરા તરફ જતી હતી દરમ્યાન હાલોલના બાસ્કા નજીક આવેલ હોટલ પાસેથી ઝડપી પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ,બે કાર અને મોબાઈલ સહિત રૂ.અંદાજિત 17.20 લાખ ઉપરાંત નો મુદામાલ સહિત એક કાયદાના સંઘર્ષ માં આવેલ સગીર સહિત ચાર આરોપીઓ હર્ષ શર્મા,યશ રાકેશભાઈ, અમન રાઠીને ઝડપી પાડી પ્રોગોબિશનનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે