રાજકોટ: યુનિકેર હોસ્પિટલમાં દર્દીના મોતને લઈને ડોક્ટર પર લાગેલા આક્ષેપોનું ખંડન કરતાં ડોક્ટર જીગીશ દોશીએ નિવેદન આપ્યું
Rajkot, Rajkot | Jul 6, 2025 આજરોજ યુનિકેર હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન એક દર્દીનું મોત નીપજ્યું હતું. દર્દીના મોતને લઈને દર્દીના પરિવારજનોએ ડોક્ટરોની બેદરકારી હોવાનો આક્ષેપ લગાડ્યો હતો. આ વિશે આજે સાંજે 7:30 વાગ્યાની આસપાસ યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જીગીશ દોશીએ જણાવ્યું હતું કે, દર્દી બચી શક્યા નથી તેમનું અમને પણ દુઃખ છે. પરંતુ આ ઘટના માટે ડોક્ટરો જવાબદાર નથી. તેમ છતાં દર્દીના પરિવારજનો દર્દીનું પી.એમ. ગમે તે જગ્યાએ કરાવી શકે છે.