શહેરા: શહેરામાં બુધવારની સમી સાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો,ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો
પંચમહાલ જિલ્લાના શહેરામાં બુધવારની સમી સાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો,જેને લઈને શહેરા સહિત આસપાસના વિસ્તારમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો,હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ શરૂ થતાં અસહ્ય ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠેલા લોકોને ગરમીથી આંશિક મળી હતી.