હાલોલ: હાલોલની આમ્રપાલી સોસાયટીમા MGVCL ના કેબલમાં અચાનક લાગી આગ,સ્થાનિકોમાં ભયનો માહોલ
હાલોલની આમ્રપાલી સોસાયટીમાં MGVCLની કથિત બેદરકારીને કારણે તા.11 મે સોમવારના રોજ મોડી રાત્રે વીજ પોલ ઉપર આવેલા વીજ કેબલમાં સ્પાર્ક થતાં આગ લાગવાની ઘટના બની હતી. ધડાકા સાથે જીવંત વીજ વાયર સળગતા સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો