કેશોદ શહેરમાં શહેરી વિકાસને નવી દિશા આપતા બે જુદા જુદા સ્થળોએ વિકાસલક્ષી રસ્તાઓનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ યોજના અંતર્ગત ઘટક હેઠળ મળેલી ગ્રાન્ટમાંથી આ માર્ગોના વિકાસ કાર્ય પૂર્ણ થતાં આજે તેનો લોકાર્પણ સમારંભ યોજાયો હતો.નેશનલ હાઇવેથી ડીપી રોડ સુધી તેમજ માંગરોળ રોડથી પીપળીયા પરિવારના કુળદેવી માતાજીના મંદિર સુધીના રસ્તાઓનું વિકાસ કાર્ય પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું છે.