નર્મદા જિલ્લામાં વન વિભાગના કર્મચારીઓ સાથે ધાક-ધમકી અને ખંડણીના કેસમાં વડોદરા કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે.....
આ કેસમાં મુખ્ય આરોપી ચેતર વસાવા સહિત કુલ 9 આરોપીઓને દોષિત ઠેરવી કોર્ટે 7 વર્ષની કેદની સજા ફટકારી છે.....
આ આરોપીઓમાં એક સગર્ભા મહિલા અને નવજાત બાળકની માતાનો પણ સમાવેશ થાય છે. સજા જાહેર થતાં મહિલાએ બાળક સાથે જેલમાં રહેવાની પરવાનગી માટે કોર્ટ સમક્ષ અરજી કરી છે.....
કોર્ટના આ નિર્ણય બાદ તમામ દોષિતોને વડોદરા જેલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.....
ભ્રષ્ટાચાર અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ સામે કોર્ટના આ કડક ચુકાદાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.....
Udhna, Surat | Jun 24, 2026