સુરત શહેરના આભવા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક બિલ્ડરની માલિકીની રૂ. 60 કરોડની કિંમતની જમીન તેના જ વિશ્વાસુ મિત્રએ માત્ર રૂ. 21,000ની મામૂલી રકમમાં પડાવી લેવાનો કારસો રચ્યો હતો. મિત્રએ બિલ્ડરને જૂની બંધ થયેલી નોટો વટાવવાના બહાને ફસાવીને આ જમીનનો દસ્તાવેજ કરવાનો પ્રયાસ કર્યો હતો.આરોપી મિત્રએ બિલ્ડરને વિશ્વાસમાં લેવા માટે કહ્યું હતું કે તેની પાસે રૂ. 745 કરોડની જૂની, બંધ થયેલી ₹500ની ચલણી નોટો છે.