અમદાવાદ શહેર: અમદાવાદ એરપોર્ટ પરથી 973 ગ્રામ ગાંજો ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પરથી 973 ગ્રામ ગાંજો ઝડપાયો અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 973.23 ગ્રામ હાઇડ્રોપોનિક્સ મારિજુઆના એટલે કે ગાંજો જપ્ત કર્યો છે. સુરતના રહેવાસી મુસાફરના કેબિન બેગેજમાં રહેલી પેપર બેગમાંથી 30 નાના પેકેટ મળી આવ્યા હતા, જેના પર ‘ડીહાઇડ્રેટેડ જામફળ’ લખેલું હતું. NDPS ફિલ્ડ ટેસ્ટમાં પદાર્થ ગાંજા માટે પોઝિટિવ આવ્યો હતો. NDPS એક્ટ હેઠળ મુસાફરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે...