108 એમ્બ્યુલન્સમાં ઈમરજન્સી પ્રસૂતિ કરાવી માતા અને નવજાતનો જીવ બચાવ્યો
કપરાડા: 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સના EMT રાઉત રોશની અને પાયલોટ ઉમેશ નાયકા એ સમયસૂચકતા અને કુશળતાથી એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુને સમયસર સારવાર પૂરી પાડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, Kaprada IFT એમ્બ્યુલન્સ દ્વારા એક સગર્ભા માતાને સીએચસી કપરાડાથી વધુ સારવાર માટે રાજચંદ્ર હોસ્પિટ ધરમપુર ખાતે રિફર કરવામાં આવી રહી હતી. સગર્ભા માતા ત્રીજી વખત પ્રસૂતિ કરી રહી હોવાથી તેમજ પ્રેગ્નેન્સી પૂરા મહિનાની ન હોવાથી આ કેસ જોખમી હતો. આ પરિસ્થિતિમાં સીએચસી કપરાડા ખાતે પ્રસૂતિ કરાવવી શક્ય ન હોવાથી તેમને રાજચંદ્ર હોસ્પિટલ, ધરમપુર ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
દરમિયાન ધરમપુર કાકડકુવા ગામ માં સગર્ભા માતાને પ્રસૂતિની પીડા વધી જતાં EMT રાઉત રોશની અને પાયલોટ ઉમેશ નાયકા તાત્કાલિક પરિસ્થિતિને સંભાળી 108 ને રસ્તાની સાઇડ માં લઈ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી
Valsad, Valsad | Nov 24, 2026