વલસાડના લીલાપોર રોડ પર ગમખ્વાર અકસ્માત, 28 વર્ષીય યુવકનું મોત
વલસાડના લીલાપોર રોડ પર ઔરંગા નદીના પુલ પાસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 28 વર્ષીય યુવક આકાશ સતીશ ટંડેલનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, આકાશ ટંડેલ બજાજ CT-100 બાઈક નંબર GJ-15-DH-9541 પર લીલાપોર તરફથી વલસાડના પારડી ખાતે આવેલા પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન ઔરંગા નદીના પુલ પાસે તેની બાઈક અન્ય વાહન સાથે અથડાતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
અકસ્મત બાદ ત્યાંથી પસાર થતી રીલીફ ચેરીટેબલ ટ્રસ્ટની ખાનગી એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતના સમાચારથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
Valsad, Valsad | Nov 17, 2026