હાલોલ: હાલોલ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં યુવક ડૂબી જતા નીપજ્યુ મોત,ફાયર બ્રિગેડે ગણતરીના કલાકોમાં યુવકના મૂર્તદેહને બહાર કાઢયો
હાલોલ નજીક આવેલ રાજપુરા ગામ પાસે આવેલી નર્મદા મેઈન કેનાલમાં આજે શુક્રવારે ડૂબી જવાથી એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું છે. મૃતક રાજપુરા ગામના રહેવાસી અને ત્રણ સંતાનોના પિતા રાજેન્દ્રસિંહ ભગવાનસિંહ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે.હાલો ફાયર બ્રિગેડની ટીમે નર્મદાની મુખ્ય નહેરમાં ડૂબી ગયેલા રાજેન્દ્રસિંહ ના મૃતદેહ ને ગણતરીના કલાકોમાં જ કેનાલમાંથી શોધી કાઢ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.