ખંભાત: શકરપુર ગામે સીમ વિસ્તારના તબેલામાંથી 1.70 લાખ કિંમતની ભેંસોની ચોરી
Khambhat, Anand | Mar 21, 2026 શકરપુર ગામના સુથાર ખડકી વિસ્તારમાં રહેતા અને ખેતી તથા પશુપાલન સાથે સંકળાયેલા ગિરીશભાઈ ભીખાભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, શકરપુર ગામની નાકોડીની વાવ, કંચન તલાવડી સીમ વિસ્તારમાં આવેલા પતરાના શેડવાળા તબેલામાંથી તસ્કરો તબેલાનો દરવાજો ખોલી, ખીલે બાંધેલી બે દુધાળી ભેંસોના દોરડા છોડી તેને હાંકી ગયા હતા. જેમાં બન્ની જાતની ભેંસ જેની અંદાજિત કિંમત ₹90,000/- અને જાફરાબાદી ભેંસ જેની અંદાજિત કિંમત ₹80,000 (ચોથા વેતરની) હતી.