હાલોલ: શ્રી દશા પોરવાડ જ્ઞાતિ સમાજ તથા શ્રીમાળી સોની સમાજના કુળ દેવી શ્રીમહાલક્ષ્મી માતાજીનો દ્રિતીય પાટોત્સવ યોજાયો
શ્રી દશા પોરવાડ જ્ઞાતિ સમાજ હાલોલ તથા શ્રીમાળી સોની સમાજના કુળ દેવી શ્રીમહાલક્ષ્મી માતાજીનો દ્રિતીય પાટોત્સવ નિમિત્તે જ્ઞાતિ સમાજના તેમજ માતાજીના ભકતો દ્વારા ચૈત્ર સુદ તેરસ ને તા.31 માર્ચ મંગળવાર ના રોજ ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં મંદિર પરીસદ માં કરવામાં આવી હતી જ્યારે ઉજવણી ના ભાગ રૂપે જ્ઞાતિ સમાજના લોકો એ સાંજે બ્રાહ્મણ સમાજ ની વાડીમાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ મહાપ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી