રાપર: ચૂંટણીલક્ષી એક્શન પ્લાન: રાપર પોલીસ દ્વારા શહેરમાં સઘન ફૂટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ઝુંબેશ
Rapar, Kutch | Apr 7, 2026 આગામી ૨૬મીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને રાપર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે.બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશમાં હથિયારો જમા લેવા તથા અસામાજિક તત્વોની અટક કરવા સહિતની ઝુંબેશ હાથ ધરાઈ હતી.