રાજુલા: રાજુલામાં લેન્ડ ગ્રેબિંગનો કેસ: માયાભાઈ આહીરના પુત્રએ નોંધાવી ફરિયાદ
Rajula, Amreli | Nov 8, 2026 અમરેલીના રાજુલામાં જમીન પચાવી પાડવા બદલ ગુનો નોંધાયો છે. જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્રએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ધુડીયા આગરીયા ગામની 4 હેક્ટરથી વધુ જમીન પર 12 મે 2024થી ગેરકાયદે કબજો કરી વાવેતર કરવામાં આવ્યું છે. પોલીસે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.