હાલોલ: હાલોલના કાંકરાડુંગરી પાસે છકડા ચાલકે બાઇક ચાલકને અડફેટે સર્જાયો અક્સ્માત,બાઇક ચાલક થયો ઇજાગ્રસ્ત
હાલોલના ગમીરપુરા ગામના નગીનભાઈ ચૌહાણ અને તેમનો ભત્રીજો કંચનભાઈ ચૌહાણ તા.5 નવેમ્બર બુધવારના રોજ નોકરી પર ગયા હતા અને સાંજના સુમારે નોકરી પતાવી તેઓ પરત તેમના ઘરે જતા હતા દરમ્યાન કાકરાડુંગરી પાસે છકડા ચાલકે નગીનભાઈની બાઈકને ટક્કર મારતા અક્સ્માત સર્જાયો હતો જેમાં અક્સ્માતમાં નગીનભાઈને હાથમા ઈજાઓ પહોચતા નગીનભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા