હાલોલ: હાલોલમાં ચૂંટણી સંદર્ભે પોલીસ એક્શન મોડમાં,હાલોલ અને પાવાગઢમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ હતી
તા.10 એપ્રિલ શુક્રવારના રોજ હાલોલ DySP વી.જે.રાઠોડ ની આગેવાનીમા પોલીસના વિવિધ વિભાગો દ્વારા સંયુક્ત રીતે ફ્લેગ માર્ચ યોજાઈ હતી.સંયુક્ત પોલીસ દળોનુ શક્તિ પ્રદર્શન આ ફ્લેગ માર્ચમા હાલોલ રૂલર પોલીસ, હાલોલ ટાઉન પોલીસ અને પાવાગઢ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા.શહેરના મુખ્ય માર્ગો,સંવેદનશીલ વિસ્તારો અને પાવાગઢના પદયાત્રી માર્ગો પર પોલીસે પદયાત્રા કરી પ્રજામાં સુરક્ષાનો વિશ્વાસ જગાડ્યો હતો.