ગોધરા: ગોધરાના મડામહુડી ગામે દીપડાનો આતંક જોવા મળ્યો મહિલા ખેડૂતે હિંમત દાખવી ડોલથી સામનો કર્યો,
ગોધરાના મડામહુડી ગામે દીપડાનો આતંક જોવા મળ્યો મહિલા ખેડૂતે હિંમત દાખવી ડોલથી સામનો કર્યો, ગોધરા તાલુકામાં આવેલા ગોલ્લાવ મડામહુડી ગામે માનવ-ભક્ષી દીપડાના હુમલાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ખેતરમાં કામ કરી રહેલા ૩૨ વર્ષીય મહિલા ખેડૂત પર દીપડાએ અચાનક ત્રાટકીને હુમલો કર્યો હતો. જોકે, ગભરાયા વગર મહિલાએ અદભુત હિંમત દર્શાવી પોતાના હાથમાં રહેલી ડોલ વડે દીપડાનો સામનો કર્યો હતો. મડામહુડી ગામે રહેતા ૩૨ વર્ષીય મીનાબેન પંકજભાઈ બારીયા પોતાના પરિવારના