ડુમસના દરિયાકાંઠે આવેલા દાણા ગણેશ મંદિર સાથે અનોખી આસ્થાની કહાની જોડાયેલી છે. સ્થાનિક માન્યતા મુજબ ગણેશજીની મૂર્તિનું ત્રણ વખત વિસર્જન કર્યા બાદ પણ તે ફરી પ્રગટ થઈ હતી. દરિયાના પાણીમાંથી માછીમારોને ગણેશજીની મૂર્તિ મળી આવ્યા બાદ મૂર્તિ વારંવાર મળી આવતી હોવાની માન્યતાને પગલે ગ્રામજનોએ ત્યાં નાનકડું મંદિર બનાવ્યું. આજે હજારો ભક્તો નાવડીમાં બેસીને દરિયાની વચ્ચે આવેલા દાણા ગણેશના દર્શન કરવા પહોંચે છે. દર રવિવારે મંદિરે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. ત્રણ વખત વિસર્જન બાદ પણ મૂર્તિ ફરી મળી આવ્યાની માન્યતાને કારણે ભક્તોમાં દાણા ગણેશ પ્રત્યેની આસ્થા વધુ પ્રબળ બની રહી છે.
डुमस के समुद्र तट पर स्थित दाणा गणेश मंदिर से आस्था की एक अनोखी कहानी जुड़ी हुई है। स्थानीय मान्यता के अनुसार गणेशजी की मूर्ति का तीन बार विसर्जन करने के बावजूद वह दोबारा प्रकट हुई। समुद्र के पानी से मछुआरों को गणेशजी की मूर्ति मिलने के बाद मूर्ति बार-बार मिल�
Udhna, Surat | Sep 20, 2026