કાલોલ: કાલોલ શહેરમાં સુરક્ષા વધુ મજબૂત બનશે: શાકમાર્કેટ ખાતે નવી ટાઉન પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત સંપન્ન
કાલોલ શહેરના મધ્ય ભાગમાં આવેલી અને લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાયેલી જૂની ટાઉન પોલીસ ચોકીને નવેસરથી અત્યાધુનિક સુવિધાઓ સાથે બનાવવા માટે આજરોજ ભવ્ય ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં અર્બન બેંક સામે આવેલી આ જગ્યા પર નવીન પોલીસ ચોકીના નિર્માણ માટે શિલાન્યાસ વિધિ શાસ્ત્રોકત મંત્રોચ્ચાર થી સંપન્ન કરવામાં આવી હતી.