મુળી: સરલા ગામની સરકારી શાળામાં માતૃભાષા દિવસ ઉજવણી કરાઈ
મૂળી તાલુકાના સરલા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે “મળી માતૃભાષા મને ગુજરાતી - આવો કરીએ માતૃભાષાનું મહિમાગાન” વિષયક વિશિષ્ટ વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રજ્વલનથી કરવામાં આવી. શિક્ષણક્ષેત્રમાં માતૃભાષાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને ગુજરાતી ભાષાનો મહિમા ગાઈ વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા