મુળીના વગડીયા ગામે ગત 15ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે જાહેર રોડ પર બે જૂથો વચ્ચે લાકડીઓ વડે માથાકુટ થઈ હોવાનો વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો જેમાં બંન્ને જૂથના સભ્યો ગાળો બોલી માથાકૂટ કરતા હોવાથી રોડ પરથી નીકળતા રાહદારીઓ પણ ભયભીત થયા હતા આ વાયરલ વીડિયોન આધારે સ્થાનિક પોલીસ દ્વારા ગેલાભાઈ રાણાભાઇ સભાડ, નવઘણભાઈ સુરાભાઈ સભાડ, ખીમાભાઈ સુરાભાઈ સભાડ, સાદુરભાઈ સુરાભાઈ સભાડ તથા અજયભાઈ દેવકરણભાઈ સભાડ વિરુધ મૂળી પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી