મુળી: દાધોળીયા ગામની સરકારી માધ્યમિક શાળા ખાતે વાર્ષિક મહોત્સવ
મૂળી તાલુકાના દાધોળીયા ગામની સરકારી માધ્યમિક શાળા દાધોળીયામાં વાર્ષિક મહોત્સવ અને ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ અને મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ સ્વાગત ગીતથી આવકાર કરવામાં આવ્યો હતો. વર્ષ દરમિયાન શિક્ષણ, કલા, કૌશલ્ય અને રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શીલ્ડ, ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા.