હાલોલ: હાલોલ નજીક બાકરોલ ગામની ગૌશાળા પાસેના જંગલમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી હોનારત ટળી
આજે શુર્કવારના રોજ બપોરના સમયે 112 પરથી હાલોલ ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનીક જાણ થઈ હતી કે બાકરોલ ગામના ગૌશાળા નજીકના જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગી છે અને કોલ કરનારે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સૂકા પાંદડા, સૂકું ઘાસ, સૂકા લાકડા અને નજીકમાં રહેઠાણો પણ છે, જેના કારણે આગ વધુ ફેલાઈ શકે છે.જોકે ઘટનાની જાણ થતા જ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ હતી અને ટીમે સમયસર પહોંચી આગને કાબૂમાં લીધી હતી