હાલોલ: હાલોલ ટાઉન પોલીસે સોનવાડી ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી એક ઇસમ સામે નોંધ્યો ગુનો
હાલોલ ટાઉન પોલીસની ટીમે સ્ટેશન રોડ પાસે સોનવાડી ખાતે રહેતો સિદ્ધાર્થ દેવેન્દ્ર રાણાના ઘરેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાટરિયા તથા ટીન મળી 42 નંગ જેની કિંમત 5565 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન સિધાર્થ રાણા ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે