વલસાડના રાબડા ગામે જુગાર રમતા સરપંચના પતિ અને RTI એક્ટિવિસ્ટ સહિત ૫ શખ્સો ઝડપાયા
વલસાડ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે રાબડા ગામે છાપો મારી તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં મગોદ ગામની મહિલા સરપંચ (વલસાડ જિલ્લા પંચાયતના માજી સભ્ય)ના પતિ અને અતુલના એક આરટીઆઈ (RTI) એક્ટિવિસ્ટનો પણ સમાવેશ થાય છે. આ તમામ જુગારીઓને ઝડપીને જેલમાં ધકેલી દેવાતા ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વલસાડ રૂરલ પોલીસના પી.એસ.આઈ.ને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમે વલસાડના રાબડા ગામના સ્કૂલ ફળિયામાં આવેલા નીતિનભાઈ રામુભાઈ રાઠોડના ઘરમાં દરોડો પાડ્યો હતો. જાણવા મળ્યું છે કે અહીં સાસુના અવસાન બાદ શોકના પ્રસંગે ભેગા થયેલા મિત્રો જુગારની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જુગાર રમતા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા..આરોપીઓમાં કિરણભાઈ અશોકભાઈ હળપતિ રહે.મીલ ફળિયા, મગોદ અને મગોદ ગામની મહિલા સરપ�
Valsad, Valsad | Aug 16, 2026