આણંદ: સામરખા ચોકડી સાભોદપુર સ્પેરપાર્ટના ગોડાઉનમાં આગ લાગી, ફાયર બ્રિગેડે આગ બુઝાવી
Anand, Anand | Apr 12, 2026 આણંદ શહેર નજીક આવેલ સામરખા ચોકડી સાભોદપુર સ્પેરપાર્ટના ગોડાઉનમાં રવિવાર સાંજના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.જેને કરમસદ આણંદ મહાનગરપાલિકાની ફાયર ટીમે પાણીનો મારો ચલાવી બુઝાવી નાંખી હતી. કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલરૂમ માં ફાયર કોલ મળેલ કે, સૈયદ યુસુફ અઝબ્બારભાઈ ના સામરખા ચોકડી,સાભોદપુર સ્પેર પાર્ટ ના ગોડાઉનમાં રવિવાર સાંજના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી.