શહેરા: હેરા તાલુકાના ધાંધલપુર ગામે રાષ્ટ્રીય પક્ષી મોર પગનાં ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે પશુ દવાખાને લવાયો હતો.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધાંધલપુર ગામેથી રાષ્ટ્રીય પક્ષી મોર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. ધાંધલપુર ગામના જાગૃત નાગરિક દ્વારા ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા મોરને શહેરા પશુ દવાખાના ખાતે લઈ આવ્યા હતા,જ્યાં પશુ ડૉક્ટર એ.બી.કાનાણી દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરને સારવાર આપી વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમ પશુ દવાખાને તાત્કાલિક પહોંચી હતી.