સુરતઃ ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે 24 કલાક સતત રેંટિયો કાંતવાનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં ધારાસભ્ય પુનેશ મોદી સહિતના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના ‘સ્વચ્છતા’ અને ‘નશા મુક્ત યુવા’ના સંકલ્પ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 1 ઓક્ટોબરના સવારે 8:30 વાગ્યાથી 24 કલાક સુધી સતત રેંટિયો કાંતવામાં આવશે. આજની યુવા પેઢી આ પરંપરાને ભૂલી રહી છે, ત્યારે તેમને આ પરંપરાની યાદ અપાવવાના હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાંતેલા સૂતરમાંથી ધાગો અને નારાછડી બનાવી સ્વચ્છતા તથા વ્યસન મુક્તિ માટેના સંકલ્પ લેવડાવવામાં આવશે. રેંટિયો ગાંધીજીના વિચારો, અહિંસા, શાંતિ, એકતા અને સ્વચ્છતાનો વાહક હોવાનું જણાવાયું છે.
सूरतः गांधी जयंती और लाल बहादुर शास्त्री जयंती के अवसर पर 24 घंटे लगातार चरखा कातने का कार्यक्रम आयोजित किया गया। कार्यक्रम में विधायक पुनेश मोदी सहित कई पार्षद भी मौजूद रहे। प्रधा�
Udhna, Surat | Oct 1, 2026