સુરતઃ VNSGUની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં હલકી ગુણવત્તાનું ભોજન મળતું હોવાના આક્ષેપ સાથે હોબાળો થયો. હોસ્ટેલ બહાર વિદ્યાર્થીનીઓએ ધરણાં કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીનીઓના સમર્થનમાં ABVP પણ આવ્યું હતું. વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે માત્ર એક કલાક પાણી આપવામાં આવે છે, જેને લઈને 24 કલાક પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. હોસ્ટેલમાં હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવતું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. રજૂઆત માટે આવેલા ABVPના કાર્યકરો સાથે ધક્કામુક્કી અને જીભાજોડી થઈ હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. બહારથી ઓનલાઈન ભોજન મંગાવવા પર વોર્ડન દ્વારા મનાઈ કરવામાં આવતા વિદ્યાર્થીનીઓમાં ભારે હોબાળો થયો હતો. વિદ્યાર્થીનીઓએ તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે અને જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવાની ચીમકી આપી છે.
सूरतः VNSGU की समरस गर्ल्स हॉस्टल में खराब गुणवत्ता का खाना परोसे जाने के आरोप को ल�
Udhna, Surat | Oct 1, 2026