શહેરા: શહેરામાં સૌપ્રથમવાર ક્રિકેટ પ્રેમીઓ માટે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે ઇગલ ક્રિકેટ બોક્સનું ઉદ્દઘાટન કરાયું હતું
શહેરા નગર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારના યુવાનોમાં રમતગમતને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શહેરાની વાઘજીપુર ચોકડી નજીક આવેલ જી.ઇ.બી. ઓફિસની સામે સૌપ્રથમવાર નવનિર્મિત "ઇગલ ક્રિકેટ બોક્સ" નું નાફેડના ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે રીબીન કાપીને ક્રિકેટ બોક્સને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું,ત્યારબાદ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ક્રિકેટ બોક્સમાં જઈ બેટિંગ કરીને ક્રિકેટની મજા માણી હતી.