હાલોલ: પાવાગઢમાં માઇભક્તનું હૃદયરોગના હુમલાથી કરૂણ મોત,ભદ્રકાળી રસ્તે દર્શન માટે ચડતી વખતે 65 વર્ષીય વૃદ્ધ ઢળી પડ્યા
યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થે આવેલા આણંદ જિલ્લાના ચિખોદરા ગામના વૃદ્ધ નટુભાઈ છોટાભાઈ પઢિયાર આજે ડુંગર પર દર્શન કરવા જતા હતા તે પૂર્વે જ અચાનક ઢળી પડ્યા હતા અને મોત નિપજ્યું હતું જોકે તેમનું મોત નીપજતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.