કાલોલ: કાલોલ સ્ટેશન રોડ પર મહાકાળી યુવક ગરબામાં આઠમે જામ્યો ભવ્ય ગરબો: 'ઓમ કલાવૃંદ'ના સૂરીલા સૂરે ખેલૈયાઓ ઝૂમ્યા
આસો નવરાત્રિના પવિત્ર આઠમના દિવસે કાલોલના સ્ટેશન રોડ ખાતે આવેલા મહાકાળી યુવક ગરબા મહોત્સવમાં ભક્તિ અને ઉત્સાહનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. મહાઅષ્ટમીના પાવન અવસરે યોજાયેલા આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ગરબા મહોત્સવની વિશેષતા એ રહી કે, જાણીતા 'ઓમ કલાવૃંદ'ના સૂરીલા સૂર અને તાલના સથવારે એકથી એક ચડિયાતા પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. સંગીતના તાલે અને માતાજીના ભક્તિભાવભર્યા ગરબાઓ સાથે આ