હાલોલ: હાલોલ અરાદ રોડ પર નારાયણ રેસીડેન્સીમાં ચોરીની ઘટના,તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ ફરાર, તસ્કરો CCTV માં કેદ
હાલોલ અરાદ રોડ પર નાયરા પેટ્રોલ પંપ નજીક આવેલી નારાયણ રેસીડેન્સીમાં ચોરીની ઘટના સામે આવી છે. પ્રીતેશભાઈ ભુપેન્દ્રસિંહ બારિયાના મકાનમાં અજાણ્યા બે તસ્કરોએ હાથ ફેરવ્યો હોવાની ઘટના સીસીટીવી માં જોવા મળી છે.પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હોવાનુ જાણવા મળ્યું છે