હાલોલ: હાલોલ નજીક વડાતળાવ પાસે રેતી ભરેલું ટ્રેલર પલ્ટી ખાતા સર્જાયો અક્સ્માત
હાલોલના વડાતળાવ પાસે ગત મોડી રાત્રે રેતી ભરેલું ટ્રેલર પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર આગળ ચાલતા બાઈક ચાલકને બચાવવા જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર બોડેલીથી રેતી ભરી રાજસ્થાન તરફ જઈ રહ્યું હતું.અકસ્માતમાં ટ્રેલર ચાલક કાંતિભાઈ રામાભાઈ બામણીયા રહે. રાજસ્થાનને માથા અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી.