કાલોલ: શહેર ખાતે 'ગૌ સન્માન આહ્વાન અભિયાન' અંતર્ગત ભક્તજનોની વિશાળ ઉપસ્થિતિ: ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન આપવા માંગ
કાલોલ શહેર ખાતે આવેલ કામધેનુ ગૌશાળા પરિસરમાં ગૌ સંવર્ધન અને ગૌ સંરક્ષણના પુનઃ જાગરણ માટે એક વિશેષ 'ગૌ સન્માન આહ્વાન અભિયાન' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગૌભક્તો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર એકઠા થયા હતા.